નાયબ મુખ્યમંત્રી સહિત 30 સિનિયર IPS અધિકારીઓની ટીમ ભારત-પાક સરહદનાં ગામડાઓની મુલાકાતે
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવતીકાલે તા.6 નવેમ્બરના રોજ સવારે ભુજ સર્કિટ હાઉસ પહોંચશે, જ્યાંથી તેમના આ કાર્યક્રમનો વિધિવત પ્રારંભ થશે.આ મુલાકાત દરમિયાન સીમાવર્તી ગામોના સરપંચો અને ગ્રામજનો સાથે મુલાકાત, રાત્રી ખાટલા સભા અને સંવાદ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, સમગ્ર ટીમ ખાસ કરીને ગામડાઓની મહિલાઓ અને યુવાઓ સાથે સંવાદ કરીને તેમની સમસ્યાઓ અને પડકારોને નજીકથી જાણવાનો પ્રયાસ કરશે.આ મુલાકાતનો હેતુ સીમાવર્તી ગામોની સર્વગ્રાહી સમીક્ષા કરવાનો છે.