Skip to main content
Settings Settings for Dark

Live TV

X

ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારથી શરુ થશે ?

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ગુજકેટ 2026ની પરીક્ષાની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. એન્જિનિયરિંગ અને ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની આ પ્રવેશ પરીક્ષા 29 માર્ચ, 2026ના રોજ રવિવારે યોજાશે. પરીક્ષા સવારે 10 વાગ્યાથી બપોરે 4 વાગ્યા સુધી જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે લેવામાં આવશે. વિદ્યાર્થીઓ GUJCETની પરીક્ષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણ માધ્યમોમાં આપી શકશે.

Gujarati

ધો. 10-12 બોર્ડ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર: 26 ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે (GSEB) ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે.

પરીક્ષાની તારીખો:

ધોરણ-10: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ.

ધોરણ-12 સાયન્સ: 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ (પ્રારંભ ફિઝિક્સ પેપરથી)

ધોરણ-12 સામાન્ય પ્રવાહ: 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ (પ્રારંભ ઇકોનોમિક્સ પેપરથી)

Gujarati

ભરૂચના આમોદ નજીક ટ્રકની ટક્કરથી ટ્રેક્ટરમાં સવાર બે કામદારના મોત

વડોદરાથી ભરૂચ તરફ જતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર આમોદ નજીક આવેલા માતર ગામ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્સપ્રેસ વેની રોડ સાઈડની રેલિંગનું કામ કરી રહેલા ટ્રેક્ટરને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રેલરે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલરની ટક્કર વાગવાથી ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા. દુર્ઘટનાના પરિણામે, રેલિંગનું કામ કરી રહેલા બે શ્રમિકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બેથી વધુ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.

Gujarati

ગુજરાત આદિવાસી સમુદાય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું

ગુજરાત આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ હેઠળ આદિવાસી સમુદાયના આનુવંશિક રોગોની પરખ થવાથી સસ્તી નિદાન પદ્ધતિનો વિકાસ થશે અને રૂપિયા 1 લાખના બદલે ફક્ત 1,000-1,500નો ખર્ચ થશે. ગુજરાતની અદ્યતન જીનોમ સુવિધા અંતર્ગત 48-72 કલાકમાં 25-50 નમૂનાઓનું સિક્વન્સિંગ થાય છે. 

Gujarati

પ્રધાનમંત્રી મોદી રવિવારે દહેરાદૂનમાં રજત જયંતી સમારોહમાં હાજરી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારના રોજ ઉત્તરાખંડના સ્થાપના દિવસના રજત જયંતિ સમારોહમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, પીએમ મોદી રવિવારે બપોરે 12:30 વાગ્યે દહેરાદૂનની મુલાકાત લેશે અને ઉત્તરાખંડ રાજ્યની રચનાની રજત જયંતિ નિમિત્તે સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડશે. તેઓ સભાને પણ સંબોધિત કરશે.

ઉત્તરાખંડને મળશે કરોડોની ભેટ

Gujarati

વડોદરાની MS યુનિવર્સિટીના 74મા દીક્ષાંત સમારોહમાં 354 સુવર્ણપદકો એનાયત

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના 74મા દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવો દ્વારા કુલ 354 સુવર્ણપદકો એનાયત કરવામાં આવ્યા હતા. 229 સુવર્ણપદક મેળવનારમાં 163 વિદ્યાર્થિનીઓ અને 66 વિદ્યાર્થીઓ સામેલ છે. આ દીક્ષાંત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, યુનિવર્સિટીના વ્યવસ્થાપક મંડળના સભ્યો, વિવિધ વિદ્યાશાખાનો વડાઓ, પ્રાધ્યાપકો, સુવર્ણપદક વિજેતા અને પદવીધારક વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીનો સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Gujarati

તા.1થી 19 ડિસેમ્બર સુધી મળશે સંસદનું શિયાળું સત્ર, રાષ્ટ્રપતિની મંજુરી

સંસદનું શિયાળુ સત્ર તારીખ 1 ડિસેમ્બરથી શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આ જાહેરાત કરી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, શિયાળુ સત્ર રચનાત્મક અને ઉત્પાદક બનવાની અપેક્ષા છે, જે આપણી લોકશાહીને મજબૂત બનાવશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુની જાહેરાત

Gujarati

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી છ દિવસના આફ્રિકા પ્રવાસ પર, જાણો મુલાકાત કેમ છે ખાસ ?

ભારતના પ્રથમ નાગરિક અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ શનિવારે આફ્રિકાના પ્રવાસે નીકળશે. રાષ્ટ્રપતિનો આ પ્રવાસ 8 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી ચાલશે. રાષ્ટ્રપતિ મુર્મુની અંગોલા અને બોત્સ્વાનાની છ દિવસની મુલાકાત ઘણી રીતે ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ બંને દેશોની ભારતીય રાષ્ટ્રપતિની પહેલી મુલાકાત હશે, જે તેને ઐતિહાસિક મુલાકાત બનાવશે. તેમની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ ઉપરાંત, તેઓ બંને દેશોની સંસદોને સંબોધિત કરશે અને મુખ્ય રાષ્ટ્રીય કાર્યક્રમોમાં ભાગ લેશે.

Gujarati

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં દિવાળી કરતાં દેવ દિવાળીનુ મહત્વ

છોટાઉદેપુર જિલ્લાના રાઠ વિસ્તાર સહીત કવાંટ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વર્ષો જૂની પરંપરા મુજબ બુધવારે ચૌદશના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. તો ગુરુવારે ગામના દેવી દેવતાઓનું પૂજન કરી, દિવાળીનુ નિમંત્રણ આપવામાં આવે છે અને રાત્રીના સમયે નવા ધાનની વાનગીઓ સહીત મગફળી, જુવાર મકાઈ જેવા પાકને તાપણામાં શેકવામાં આવે છે.જે આગમાં કુદકા મારી પસાર થયેલો અને શેકેલો પાક આરોગી, સગા સંબંધીઓ સાથે આતાસબાજી કરી પ્રકૃતિ પુંજા સાથે દિવાળી નો તહેવાર આસ્થા, ઉમંગ અને ઉલ્લાસ પૂર્વક ઉજવવામાં આવે છે.

Gujarati

"વંદે ભારત ટ્રેનો ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક ": પ્રધાનમંત્રી મોદી

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેરળના રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર, કેન્દ્રીય મંત્રીઓ સુરેશ ગોપી અને જ્યોર્જ કુરિયન એર્નાકુલમથી, કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ ફિરોઝપુરથી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠક લખનૌથી હાજર રહ્યા હતા.પ્રધાનમંત્રી મોદીએ ભોજપુરીમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું, "બાબા વિશ્વનાથના આ પવિત્ર શહેરમાં, આપ સૌને, કાશીના પરિવારના સભ્યોને અમારી શુભેચ્છાઓ. દેવ દિવાળી પછી, હું કાશીના વિકાસ પર્વ પર આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું."

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply