પ્રધાનમંત્રી મોદીએ દિવાળીની શુભેચ્છાઓ અને કોલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો
પ્રધાનમંત્રી મોદીએ આજે સવારે X પોસ્ટ પર આ લાગણીઓ વ્યક્ત કરી. તેમણે લખ્યું, "રાષ્ટ્રપતિ ટ્રમ્પ, તમારા ફોન કોલ અને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ બદલ આભાર. પ્રકાશના આ તહેવાર પર, આપણા બે મહાન લોકશાહી દેશો વિશ્વ માટે આશાનું કિરણ બની રહે અને તમામ પ્રકારના આતંકવાદ સામે એકતા જાળવી રાખે."