Skip to main content
Settings Settings for Dark

Live TV

X

રમતગમત રાજ્યમંત્રી ડૉ.જયરામ ગામીતે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની લીધી મુલાકાત

ડૉ.ગામીતે અધિકારી – કર્મચારીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, રમતગમત વિભાગ દ્વારા કાર્યરત અનેક યોજનાઓની માહિતી ગુજરાતના છેવાડાના યુવાનો સુધી પહોચે તે દિશામાં આગામી સમયમાં વિશેષ અભિયાન હાથ ધરાશે. રાજ્ય સરકાર આગામી સમયમાં ઓલમ્પિક અને કોમનવેલ્થ રમતોનું આયોજન કરીને ગુજરાતનું નામ રમતગમત ક્ષેત્રે વધુ રોશન કરશે તેવી કામગીરી આ વિભાગ દ્વારા કરવામાં આવશે.

Gujarati

કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો

આ ઉપરાંત શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો પદભાર સંભાળ્યો હતો.કૃષિ મંત્રી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રીએ ચાર્જ સંભાળ્યો તે વેળાએ વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

Gujarati

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિહાર વજીરગંજ વિધાનસભા વિસ્તારમાં ચૂંટણી સભા સંબોધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીના નેતૃત્વમાં દેશ વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે અને તેનો લાભ બિહારના જન જન સુધી પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, એન.ડી.એ.ની સરકારની વિકાસલક્ષી નીતિઓના કારણે બિહારનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે. એટલું જ નહિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ પણ ડબલ સ્પીડથી થયો છે અને બિહારને વધુ સુદ્રઢ કનેક્ટિવિટી મળી છે. 

Gujarati

‘નશામુક્ત ભારત અભિયાન’માં 8000થી વધુ જનજાગૃત્તિની પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી

અત્યાર સુધીમાં જનજાગૃત્તિ રેલીઓ, સાઇન અભિયાન, સેમિનાર, નશામુક્તિ રથ, શપથ ગ્રહણ કાર્યક્રમો, પ્રચાર સામગ્રીનું વિતરણ, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા જેવી કુલ 8000થી વધુ પ્રવૃત્તિઓમાં અંદાજિત 35 લાખથી વધુ નાગરિકો સહભાગી થઈને સમાજ-ભારતને નશામુક્ત બનાવવા સંકલ્પબદ્ધ થયા હતા. 

Gujarati

દિવાળી પહેલા NCRમાં પ્રદૂષણ ચરમસીમાએ,નોઈડા અને ગાઝિયાબાદમાં AQI 300 ને વટાવ્યુ

કેટલાક વિસ્તારોમાં, પરિસ્થિતિ એટલી ભયાનક છે કે AQI લાલ નિશાનને પણ વટાવી ગયો છે. નોઈડાના વિવિધ વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનું ઉચ્ચ સ્તર નોંધાયું હતું. સેક્ટર 62 માં AQI 244, સેક્ટર 1 286 અને સેક્ટર 116 290 પર પહોંચ્યું. સૌથી ખતરનાક પરિસ્થિતિ સેક્ટર 125 માં જોવા મળી હતી, જ્યાં AQI 319 નોંધાયું હતું, જે "ગંભીર" શ્રેણીની ખૂબ નજીક છે.

રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, ઓખલા ફેઝ 2 માં AQI 223, પુસામાં 277 અને મુંકડમાં 282 નોંધાયું છે.

Gujarati

નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિના અધ્યક્ષસ્થાને ‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન

રાષ્ટ્રપતિ મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શાહ મીના હુશેને સ્વીકાર્યો હતો. 
 

Gujarati

એકતાનગરના આંગણે એકતા પ્રકાશ પર્વ- 2025 ની ભવ્ય શરૂઆત – પ્રવાસીઓએ આયોજકની ભારોભાર કરી પ્રસંશા

એકતાનગરમાં પહેલેથી જ નાઈટ ટૂરિઝમને પ્રોત્સાહન આપી આકર્ષવા માટે અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પો જેવા કે, લેસર શો, ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શો, નર્મદા મહા આરતી, યુનિટી ગ્લો ગાર્ડન સહિત સમગ્ર એકતા નગરમાં અદભૂત લાઈટિંગથી સજ્જ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ તેમજ દીપોત્સવી પર્વને ધ્યાને લેતા સંભવતઃ ભારતમાં પ્રથમવાર એકતા પ્રકાશ પર્વની ઝળાહળ ઉજવણીનો એકતાનગર ખાતે ગતરોજ તા.17મી ઓક્ટોબરથી ભવ્ય પ્રારંભ થયો છે. જેમાં કુલ 7.6 કિમીમાં અદભૂત કલાત્મક થીમ આધારિત લાઈટિંગથી શણગાર કરવામાં આવ્યો છે.

Gujarati

ગુજરાત રાજ્ય મંત્રીમંડળમાં વિભાગોની ફાળવણી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મંત્રીઓને જવાબદારી સોંપાઈ

 

 

Gujarati

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય મંત્રી જગત પ્રકાશ નડ્ડાની શુભેચ્છા મુલાકાત

રાજ્યપાલએ રાજભવન ખાતે કેન્દ્રીય મંત્રીનું ઉમળકાભેર સ્વાગત તેમજ સાલ ઓઢાડી સમ્માન કર્યુ હતુ. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા મુદ્દાઓ પર સાર્થક ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યપાલએ ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ મિશન અને તેના પ્રોત્સાહક પરિણામોથી કેન્દ્રીય મંત્રીને માહિતગાર કર્યા હતા.

Gujarati

ભારતની નદીઓ ફક્ત વારસાના પ્રતીકો નથી, પરંતુ પ્રગતિના રાજમાર્ગો છે: પ્રધાનમંત્રી

કેન્દ્રીય મંત્રી સોનોવાલની પોસ્ટના જવાબમાં, પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ પ્રધાનમંત્રીને ટાંકીને કહ્યું કે, "ભારતની નદીઓ ફક્ત વારસાના પ્રતીકો નથી, તે પ્રગતિના રાજમાર્ગો છે! કેન્દ્રીય મંત્રી @sarbanandsonwal એ જળમાર્ગોને પુનર્જીવિત કરવા અને તે કેવી રીતે વિકસિત ભારત તરફ દોરી રહી છે તે અંગેનું તેમનું વિઝન શેર કર્યું. છેલ્લા કેટલાક વર્ષોમાં લોજિસ્ટિક્સ, પર્યટન અને માળખાગત સુવિધાઓ કેવી રીતે મજબૂત થઈ છે તે જાણવા માટે આ લેખ વાંચો."

https://x.com/PMOIndia/status/1979086870534574433

Gujarati

Pages

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply