RTE એકટ હેઠળ ધો.1માં પ્રવેશ માટે રાજ્ય સરકારે આવક મર્યાદા વધારી
RTE એકટ હેઠળ ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સરકારે આવક મર્યાદામાં વધારો કર્યો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આ માહિતી આપી છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂપિયા 6 લાખ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગ્રામ્ય-શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને 6 લાખ થઈ