Skip to main content
Settings Settings for Dark

 'નલ સે જલ' યોજના અંતર્ગત છેવાડાનાં ગામ સુધી પહોંચ્યુ છે શુદ્ધ પાણી 

Live TV

X
  • ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય અંતર્ગત દરેક ઘર સુધી પીવાનું પાણી પહોંચે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 'નલ સે જલ' યોજના શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાનીમાં આગામી વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યમાં 'જ્યાં ઘર હશે ત્યાં નળ હશે' તેવા સંકલ્પ સાથે સરકાર આગળ વધી રહી છે. દરેક ઘર સુધી પીવાનું શુધ્ધ પાણી પહોંચે તે માટે 'નલ સે જલ યોજના' અંતર્ગત જિલ્લામાં દરેક ઘરમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના છેવાડાનાં ગામ મોટીરાઠના રાઠડાબેટ વિસ્તારમાં આવેલ ચાંદરી બેટમાં પણ લોકોનાં ઘર આંગણે શુદ્ધ પાણી પહોંચી ગયું છે. ગ્રામજનોને દિવસમાં 2 વખત શુદ્ધ પાણી આપવામાં આવે છે. જેના કારણે લોકોને પાણી માટે રઝળપાટમાંથી મુક્તિ મળી છે. સરકારના આ પ્રજાલક્ષી અને વિકાસલક્ષી અભિગમથી સરપંચ સહિત ગામના લોકોએ સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply