Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર: રૂપસુંદરી પ્રજાતિનો સૌથી લાંબો સાપ મળી આવતા કરાયો રેસ્ક્યુ 

Live TV

X
  • ગુજરાતમાં સાપની કોબ્રા, ખડચિતરો, કાળોતરો અને પૈડકુ એ ચાર ઝેરી સહિત બીજી અનેક બિન ઝેરી પ્રજાતિઓ જોવા મળે છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટા ભાગની પ્રજાતિઓ જોવા મળે છે. ત્યારે વઢવાણમાં દેશમાં સૌથી લાંબો રૂપસુંદરી (Trinket snake) પ્રજાતિનો સાપ જોવા મળ્યો હતો. આ સાપની સામાન્ય રીતે લંબાઈ 3 થી 4 ફૂટ સુધીની હોય છે. જ્યારે વઢવાણના શાકમાર્કેટમાં પકડાયેલ રૂપસુંદરી સાપની લંબાઈ 5 ફૂટ 7 ઇંચ જેટલી છે, જે રૂપસુંદરી સાપની પ્રજાતિમાં સૌથી વધુ મોટી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

    ચોમાસાની ઋતુમાં અનેક પ્રકારનાં સાપો જોવા મળતા હોય છે, ત્યારે વઢવાણના શાકમાર્કેટમાં લાંબો સાપ જોવા મળતા લોકોમાં ફફડાટ સાથે ભય ફેલાયો હતો. વર્ષોથી પ્રકૃતિ પ્રેમી અને સાપનાં રક્ષણ માટે કામ કરતા હિતેશ્વરસિંહ મોરી અને તેમની ટીમને જાણ કરતા તેઓની ટીમ તાત્કાલિક શાકમાર્કેટ પહોંચીને સાપનું રેસ્ક્યુ કર્યું હતું. હિતેશ્વરસિંહ સાપોની પ્રજાતિના જાણકાર છે. તેઓએ આ સાપની ઓળખ આપતા કહ્યું કે, આ સાપ રૂપસુંદરી નામની પ્રજાતિનો છે અને આ ભારતમાં સૌથી વધુ લંબાઈ ધરાવતો સાપ ગણી શકાય કારણ કે રૂપસુંદરી નામના સાપની સામાન્ય લંબાઈ 3.5 ફુટ થી 4 ફુટ સુધીની હોય છે જ્યારે પકડેલ આ સાપની લંબાઈ 5 ફુટ 7 ઇંચ જેટલું માપ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સર્પ સંદર્ભ-2 નામના પુસ્તકમાં ઉલ્લેખ છે કે રૂપસુંદરી પ્રજાતિના સાપની સૌથી વધુ લંબાઈ 5.5 ફુટનો રેકોર્ડ છે. જ્યારે આ વઢવાણમાંથી પકડેલ રૂપસુંદરી સાપની 5 ફૂટ 7 ઇંચનો સાપ મળ્યો છે, ત્યારે આ પ્રજાતિમાં દેશનો સૌથી વધુ લાંબો સાપ હોવાનું અનુમાન કરી રહ્યા છે અને આ સાપને સુરક્ષિત રીતે સફળ રેસ્ક્યુ કરીને સીમ વિસ્તારમાં સુરક્ષિત છોડી મૂકવામાં આવ્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply