Skip to main content
Settings Settings for Dark

અંકલેશ્વરનાં પીરામણ ગામની પ્રાથમિક શાળાએ બનાવ્યો અનોખો પ્લાસ્ટિક બોટલ ગાર્ડન 

Live TV

X
  • પર્યાવરણને નુકસાન કરતા પ્લાસ્ટિકનાં ઉપયોગને અટકાવવાનું નવતર અભિયાન અંકલેશ્વરનાં પીરામણ ગામ ખાતે જોવા મળ્યું હતું. પીરામણ ગામની પ્રાથમિક શાળામાં બોટલ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં વેસ્ટ પાણીની બોટલનો ઉપયોગ કરી બોટલ ગાર્ડનનું નિર્માણ કરાયું છે. પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હેઠળ પીરામણ સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો નવતર સફળ પ્રયોગ કરાયો છે. હાલ પ્લાસ્ટિકનો કચરો દુનિયાની સૌથી મોટી સમસ્યા પૈકીની એક છે. પ્લાસ્ટિકની બોટલો આજે પર્યાવરણ માટે મોટા ખતરા સમાન સાબિત થઇ રહી છે. વિશ્વભરમાં નિષ્ણાંતોએ પ્લાસ્ટિક સામે જંગ છેડાયો છે ત્યારે દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તેમજ પાવર પ્રેઝન્ટેશન દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગથી થતી સમસ્યાઓ તથા તેના નિકાલ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ પ્રદુષણ ફેલાવતી બોટલોનો ગાર્ડનમાં સુશોભન તરીકે ઉપયોગ કરી પ્રકૃતિના જતન અંગેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply