નવા વર્ષમાં ડિજીટલ લેણ-દેણના માધ્યમમાં એક સારી ખબર આવી સામે
Live TV
-
નવા વર્ષમાં ડિજીટલ લેણ-દેણના માધ્યમમાં એક સારી ખબર સામે આવી છે. ડિસેમ્બર 2021 માં યુપીઆઇ દ્વારા ડિજીટલ ટ્રાન્ઝેકશનનો રેકોર્ડ નોંધાયો છે. પહેલીવાર એક મહિનામાં યુપીઆઇ દ્વારા લેણ-દેણનો આંકડો 8 લાખ કરોડથી પણ વધુને પાર કર્યો છે. ડિજીટલ લેણ-દેણ ઉપર નજર રાખવાવાળી એજન્સી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અનુસાર ડિસેમ્બરમાં યુપીઆઇ દ્વારા કુલ 8,26,848.22 કરોડ રુપિયા લેણ-દેણ કરવામાં આવી છે. ડિસેમ્બરમાં 456 કરોડ વખત ટ્રાન્ઝેકશન થવાનો રેકોર્ડ પણ નોંધવામાં આવ્યો છે.
