અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર, વન વિભાગ શોધખોળ માટે સક્રિય
Live TV
-
અંબાજી ગબ્બર વિસ્તારમાં દીપડો દેખાતા ભારે ચકચાર મચી ગયો છે. વન વિભાગને જાણ થતા કર્મચારીઓ દીપડાની શોધખોળ કરવા પહોંચી ગયા છે. દીપડાને પકડવા, વન વિભાગે જંગલમાં પાંજરું લગાવ્યું છે. ગબ્બર પંથકમાં દેખાયેલા દીપડાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ દિપડાએ શ્વાન અને બકરાનું મારણ પણ કર્યું છે.
ગબ્બર વિસ્તારમાં દિપડો દેખાતા આજે 51 શક્તિપીઠ પરિક્રમા પથ બંધ રાખવામાં આવ્યો છે.
