અધિક માસમાં સ્નાનનું મહત્વ, કોરોનાને પગલે દ્વારકા ગોમતીઘાટના દર્શનાર્થીઓમાં ઘટાડો
Live TV
-
તીર્થ સ્થાનમાં સ્નાન, દર્શન, દાન, જપ વગેરેનું આપણા હિંદુ શાસ્ત્રમાં ખૂબ મહત્વ બતાવાયું છે. દર ત્રણ વર્ષે એક વાર આવતો પવિત્ર પુરુષોત્તમ માસનું મહત્વ ખૂબ છે. આ મહિનામાં ભક્તિ કરવાની સાથે સાથે સ્નાનનું અનેરું મહત્વ છે.
આ અધિક માસમાં દ્વારકાના ગોમતી ઘાટમાં સ્નાન કરી લોકો ધન્યતા અનુભવતા હોય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે ભાવિકોમાં 90 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આ પુરુષોત્તમ માસમાં દ્વારકાના જગત મંદિરમાં ભવ્ય ઉત્સવો થતા હોય છે. જો કે આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને આ ઉત્સવો સાદાઈથી જ કરવામા આવશે.
