છોટાઉદેપુરઃ શાળામાં રક્તદાન શિબિરનું આયોજન, શિક્ષકોએ લીધો ભાગ
Live TV
-
છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે જિલ્લા વહીવટી તંત્ર તેમજ ઈન્દુ બ્લડ બેંકના સહયોગથી તાલુકા શાળા નંબર એક ખાતે રક્તદાન શિબિરનું આયોજન કર્યું હતું. રક્તદાન શિબિરમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને રક્તદાન મહા દાનની ઉક્તિને સાર્થક કરી હતી.
જિલ્લા વહીવટી તંત્રએ શિક્ષકો માટે કોવિડ 19 ના પરીક્ષણ માટે એન્ટીજન ટેસ્ટ કરાવવાની વ્યવસ્થા કરી હતી. જિલ્લા કલકેટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે રક્તદાન શિબિર ની મુલાકાત લઈ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં. તો 250થી વધુ શિક્ષકોએ પોતાનું કોવિડ ટેસ્ટ કરાવતાં તમામ શિક્ષકોનો રિપોર્ટ નવગેટિવ આવ્યો હતો.
