અમદાવાદઃ ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ યુથ પાર્લામેન્ટનું આયોજન કર્યું
Live TV
-
ઇન્ડિયન ચાર્ટર્ડ એકાઉન્ટ એસોસિએશન ઑફ ઈન્ડિયાની અમદાવાદ બ્રાન્ચ અને છાત્ર સાંસદ દ્વારા એક યુથ પાર્લામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ અને યોગેન્દ્ર કુમાર વર્ચ્યૂઅલી જોડાયા હતા. આ પ્રસંગે તેમણે યુવાનોને દેશના આર્થિક અર્થતંત્ર ઉપર વિચાર વિમર્શ કરવા ભાર મૂક્યો હતો. આ યુથ પાર્લામેન્ટમાં છાત્ર સાંસદ દ્વારા અમદાવાદની જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓને આમંત્રિત કરી આજનો યુવાન આવતીકાલનો નેતા તે વિષય ઉપર લોકસભાની કાર્યવાહીમાં ભારતીય આર્થિક આયોજન ઉપર ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
