આણંદઃ એકટીવ ગૃપે લોકોને શરીર સુખાકારીના પાઠ શીખવી નિયમિત યોગ કરતા કર્યા
Live TV
-
આણંદના વિદ્યાનગર ખાતે કાર્યરત એકટીવ ગૃપે અનેક લોકોને શરીર સુખાકારીના પાઠ શીખવી નિયમિત યોગ કરતા કર્યા છે. આ ગૃપમાં 25 થી 70 વર્ષના પુરૂષો અને મહિલાઓ જોડાયેલ છે. હાલ કોરોનાના સમયમાં લોકોની જીવન જીવવાની વિચાર સરણી બદલાઇ ગઇ છે. લોકો અન્ય બાબતો સાથે શરીર સુખાકારી ઉપર ખાસ ધ્યાન આપતા થયા છે. કોરોનાએ સમજાવ્યું કે જે લોકોની રોગ-પ્રતિકારક શક્તિ નબળી તેમને કોરોના થાય છે.ત્યારે ગૃપના લોકો રનીંગ અને સાયકલીંગ ઉપરાંત યોગ કરીને શરીરને મજબૂત રાખવા નિયમિત કસરત કરવાનું ભૂલતા નથી.
