પોલિયોગ્રસ્ત વૈશાલીના સંઘર્ષ વિશે જાણો, જેણે બેડમિન્ટનની રમતમાં અનેક સિદ્ધિઓ હાસલ કરી
Live TV
-
માસ્ટર કર્યા બાદ સરકારી નોકરી મેળવનાર વૈશાલી બેનને 26 વર્ષે બેડમિન્ટન રમવાનો રસ જાગ્યો
સમગ્ર દેશમાં આજે બાલીકા દિવસની ઉજવણી થઇ રહી છે. આજે છોકરીઓ દેશનું ગૌરવ બની રહી છે. ત્રણ વર્ષની ઉમરે પોલીયોગ્રસ્ત બનેલ વૈશાલી આજે નેશનલ પેરા બેડમિન્ટન ખેલાડી છે. સારવાર બાદ તેઓ રિકવર થયા પરંતુ તેમને ડાબા હાથમાં થોડી કચાસ રહી ગઇ હતી.
26 વર્ષે બેડમિન્ટન રમવાનો રસ જાગ્યો
માસ્ટર કર્યા બાદ સરકારી નોકરી મેળવનાર વૈશાલી બેનને 26 વર્ષે બેડમિન્ટન રમવાનો રસ જાગ્યો હતો. તેઓ નવસારીનાં લુન્સીકૂઈ ખાતે ગેમ જોવા પહોચ્યા હતાં. કોચે તેમનો રસ જોઇ તાલીમ શરૂ કરી 30 વર્ષની ઉમરે તેમણે નેશનલ રમવાનું ચાલુ કર્યું . માર્ચ 2017-18માં તેમણે યુપી ખાતે પેરા બેડમિન્ટન ડબલ્સમાં સિલ્વર અને સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જેનાથી પ્રોત્સાહીત બનીને તેઓ ઈન્ટરનેશનલ રમત રમવા માટે અઠવાડિયામાં પાંચ દિવસ રોજ બે કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છે.
