ધારાસભ્ય પિયુષ દેસાઈનાં હસ્તે નવસારી વિજલપોર રેનબસેરાની કામગીરીનું ખાતમુહૂર્ત
Live TV
-
દીનદયાલ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકા માટે રૂ. ૨૦૨.૪૦ લાખના ખર્ચે ૧૦૦ જણાની ક્ષમતાવાળા આશ્રયસ્થાન-રેનબસેરાની કામગીરીનું ખાતમુહૂર્ત નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈનાં હસ્તે કરાયું હતું. નવસારી નગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં ઘર વિહોણા લોકોને આશ્રયસ્થાન મળે તે હેતુથી ફુવારા વિસ્તારમાં ત્રણ માળનું લીફટ સાથે અદ્યતન સુવિધાથી સજ્જ નાઇટ શેલ્ટર બિલ્ડીંગને ઉભું કરાશે. આ પ્રસંગે ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, પૂર્વ પાલિકા પ્રમુખ કાંતિ પટેલ સહિત કર્મચારીઓ, પૂર્વ નગરસેવકો સહિત નગરજનો ઉપસ્થિત હતા.
