દીવની કોર્ટમાં રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ અને સડક સુરક્ષા જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો
Live TV
-
કેન્દ્રશાસિત પ્રદેશ દીવની કોર્ટમાં રાષ્ટ્રીય બાલિકા સપ્તાહ અને સડક સુરક્ષાની જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હાજર મહિલાઓને તેમના કાયદાકીય અધિકાર અને કુરિવાજો અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સિવિલ જજ મહેશ પી. શરાફ, દીવના આરટીઓ સલીમ અહેમદ, મહિલા શક્તિ અધિકારના આભા મહેતા સહિત અનેક મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ડિસ્ટ્રીક્ટ બાર એસોસિએશનના પ્રમુખ સુરેશ ચુડાસમાએ મહિલાઓના કાયદાકીય અધિકારો અને કુરિવાજો વિશે માહિતી આપી અનેક પ્રસિદ્ધ મહિલાઓના ઉદાહરણ પણ આપ્યા હતા. જ્યારે આરટીઓ સલીમ અહેમદે, 20થી 25 જાન્યુઆરી સુધી ચાલી રહેલા સડક સુરક્ષા સપ્તાહ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે દીવના મેઈન પોઈન્ટ પર પોલીસ સઘન ચેકીંગ કરી રહી છે. જ્યારે સિવિલ જજ મહેશ પી. શરાફે ગુજરાતી ફિલ્મ હેલ્લારોનું ઉદાહરણ આપી મહિલાઓ પર થતા અત્યાચાર અંગેની માહિતી આપી હતી.
