Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના બે વિદ્યાર્થીઓનું અનોખું સ્ટાર્ટઅપ, ગાયનાં છાંણમાંથી 'પંચ ગવ્ય દીવા' પ્રોડક્ટ કરી લોન્ચ

Live TV

X
  • અમદાવાદના ભાઈ-બહેને આઈઆઈટી બોમ્બેના વિધાર્થીઓ સાથે મળીને ગાયનાં છાંણમાંથી 'પંચગવ્ય દીવા' બનાવવા માટેનું મશીન તૈયાર કર્યું છે. અમદાવાદી ભાઈ-બહેન દ્વારા ગામડાંના લોકોને રોજગારી પુરી પાડવા માટે ગાયનાં છાંણમાંથી દિવડાઓ બનાવવા માટેના મશીન નિ:શુલ્ક આપવામાં આવી રહ્યા છે. તેમણે ગુજરાત, આસામ, તમિલનાડુ, કર્ણાટક અને છત્તીસગઢના ગામોમાં વિનામુલ્યે આ મશીન આપ્યા છે. તેમના દ્વારા અત્યાર સુધીમાં 2000 લોકોને રોજગારી મળી છે.

    આ અંગે દિવ્યા સાધવાની અને ચિત્રાંશ સાધવાનીએ જણાવ્યું હતું કે, આ મશીનમાં દરરોજ 1200 દીવા બનાવી શકાય છે અને દરેક મશીન 12 કલાકની શિફ્ટમાં કાર્યરત હોય છે. અત્યાર સુધી માસિક લગભગ 10 લાખ પંચગવ્ય દીવાનું ઉત્પાદન થયુ છે. ગૌશાળાઓને પણ આ પ્રકારનાં મશીન આપવામાં આવશે જેના કારણે ગૌશાળાઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળશે. વધુમાં ભારતની ગોબર ઈકોનોમીને સપોર્ટ કરવા માટે આ સ્ટાર્ટઅપ બનાવવામાં આવ્યું છે તેવું તેમણે જણાવ્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply