Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના બોપલમાં વર્લ્ડ અગ્નિહોત્ર ડેની ઉજવણી, જાણો અગ્નિહોત્ર વિશે

Live TV

X
  • ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલના પરિસરમાં સામુહિક અગ્નિહોત્ર હોમનું આયોજન

    તારીખ ૧૨ માર્ચ સમગ્ર વિશ્વ્ માં અગ્નિહોત્ર દિવસ તરીકે ઉજવાય છે. આ અગ્નિહોત્ર હોમનો ઉલ્લેખ આપણા યજુર્વેદ માં પણ કરેલ છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના એક નિશ્ચિત સમયે કરવામાં આવતા આ અગ્નિહોત્ર હોમમાં દેશી ગાયના ઘી સાથે ગાય ના છાણાં ઉપયોગમાં લેવાય છે અને તેમાં અક્ષત - એટલે કે તૂટ્યા વગરના અને પોલીશ કર્યા સિવાયના ચોખાની આહુતિ અપાય છે.  અગ્નિહોત્ર હોમ માટે પિરામિડ આકારનું તાંબાનું પાત્ર ઉપયોગમાં લેવાય છે. 

    અમદાવાદના રોટરી ક્લબ સર્વમ ગ્રુપ અને આઈ એમ એન ઈકો વૉરિઅર ગ્રુપ નું સંચાલન કરતા ડોક્ટર ગીતીકા સલુજા કે જેઓ એક પર્યાવરણ કાર્યકર તરીકે ખુબજ પાયા નું કામ કરી રહ્યા છે તેમેણે અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલી ધ ન્યૂ ટ્યૂલિપ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ૧૨ માર્ચ ૨૦૨૧ શુક્રવાર સાંજે સામુહિક અગ્નિહોત્ર હોમ નું ખુબજ સુંદર આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માં આર્ટ ઓફ લિવિંગ ના એગ્રિકલચરલ ટ્રસ્ટના ગુજરાતના એપેક્ષ મેમ્બર ચિંતન ભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે સામુહિક અગ્નિહોત્ર હોમ કરાવ્યો હતો. 

    આ કાર્યક્રમ માં ૮૦ સભ્યો એ ભાગ લીધો હતો જેમાં ૮ વર્ષ ના નાના બાળકો થી માંડી ને ૭૫ વર્ષ ના વયોવૃદ્ધ લોકો પણ જોડાયા હતા. આ પ્રોગ્રામ માં આશરે ૨૦૦ જેટલા સભ્યો ઓનલાઇન જોડાયા હતા. અગ્નિહોત્ર હોમ વાતાવરણ ને પ્રદુષણ મુક્ત કરે છે અને સાથે સાથે આસપાસના વાતાવરણ માં એક સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. અગ્નિહોત્ર હોમ ના ધુમાડા થી વાતાવરણ માં રહેલા હાનિકારક સુક્ષમ બેક્ટેરિયા નાશ પામે છે અને ઓઝોન લેયર માં સુધારો થાય છે. તેમજ દેશી ગાય નું ઘી એક નેચરલ ડીટોક્ષ તરીકે ની મહત્વ ભૂમિકા ભજવે છે. અગ્નિહોત્ર હોમ ની રખ્યા ( રાખ) એ એન્ટી બેકટેરિયલ હોવાથી તેના ઘણા બધા ફાયદા છે. પાણી નું શુદ્ધિકારણ કરવા માટે પણ અગ્નિહોત્ર હોમ ની ભસ્મ નો ઉપયોગ કરવામાં આવે છે. રોટેરીયન વંદના અગ્રવાલ કે જેઓ નિયમિત રીતે અગ્નિહોત્ર હોમ કરે છે તેમણે પણ આ કાર્યકર્મ માં રાજસ્થાન - કોટા થી ઓનલાઇન જોડાયા હતા અને અગ્નિહોત્ર હોમ કરવાથી થતા ફાયદા વિષે ખુબ જ સુંદર માહિતી આપી હતી. ધીરજભાઈ પુજારા કે જેઓ આઈ ટી એક્સપર્ટ છે અને અમદાવાદ માં રહે છે તેમણે અગ્નિહોત્ર હોમ માટે ની ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. 

    પર્યાવરણની સાચવણી થાય અને પ્રદુષણ મુક્ત વાતાવરણ તેમજ શ્વાસ લેવા માટે કીટાણુરહિત ચોખ્ખી હવા મળે અને આપણા દેશની સાંસ્કૃતિક પરમ્પરા સચવાય એજ હેતુથી આ આખાય પ્રોગ્રામનું આયોજન કરવા માં આવ્યું હતું. કાર્યક્રમના અંતમાં દરેક લોકોને હવન કરવા માટેની સામગ્રીની સાથે ગાય ના સૂકા છાણાં તેમજ પક્ષીઓને પાણી પીવડાવવા માટે માટીના કુંડા નું વિતરણ કરવા માં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply