ગોધરાના વેગનપુર ગામે દિવેલાના ઉભા પાકને આરોગ્યા પછી 9 ગાયોના મોત
Live TV
-
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેગનપુર ગામમાં દિવેલાના ઉભા પાકને આરોગ્યા પછી 9 ગાયોના મોત નિપજ્યા હતા. 15 જેટલી ગાયોની હાલત ગંભીર હોવાથી પશુપાલન વિભાગ દ્વારા સ્થળ પર પહોંચીને સારવાર આપવામાં આવી હતી. વેગનપુર ગામના ભરવાડ ફળિયા વિસ્તારમાંથી સવારે 200 ઉપરાંત ગાયો આસપાસના ખેતરો તેમજ જંગલ વિસ્તારમાં ચરવા માટે ગઈ હતી. સાંજના સમયે ગાયો પરત ના આવતાં આ ગાયોના પાલકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન કેટલીક ગાયના મૃતદેહો મળી આવ્યા હતા. ગાયોની સ્થિતી ગંભીર હતી. દિવેલાના ઉભા પાકને ખાવાથી ખોરાકી ઝેરની અસર થવાથી ગાયોના મૃત્યુ થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું હતું. પશુપાલકોએ સરકાર પાસે ગાયોના મોત સંબંધમાં વળતર આપવા માગણી કરી હતી.
