Skip to main content
Settings Settings for Dark

અમદાવાદના વસ્ત્રાપુરમાં ધનવંતરી રથ નાગરિકો માટે બન્યો આશીર્વાદ સમાન

Live TV

X
  • ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ધનવન્તરી રથ દ્વારા હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ અપાઈ રહી છે

    ક્રિષ્ણા શાહ , અમદાવાદ : અમદાવાદમાં શરૂ કરાયેલી ધનવન્તરી રથ સેવા કોરોના મહામારીના સમયે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. ધનવન્તરી રથના માધ્યમથી અમદાવાદ શહેરના હજારો લોકોને સારવાર આપવામાં આવી છે. ધનવન્તરી રથની સતત સારવારને લીધે શરદી, ખાંસી, તાવ અને સિવિયર રેસ્પિરેટરી ટ્રેક ઈન્ફેક્શનના કેસો પણ ઘટ્યા છે. ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ, ફાર્માસિસ્ટ અને દવાઓથી સજ્જ ધનવન્તરી રથ દ્વારા હાલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને લોકોની તપાસ કરીને દવાઓ અપાઈ રહી છે. ત્યારે આજે અમદાવાદ માં ગાંધીનગર લોકસભા ક્ષેત્ર ના વસ્ત્રાપુર વિસ્તારમાં પણ મોટી સંખ્યા માં લોકો એ લાભ લીધો હતો..ધનવંતરી રથની મેડિકલ ટીમ કન્ટેઈન્મેન્ટ ઝોન વિસ્તારોમાં વિવિધ સોસાયટીના લોકો કે જેઓમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય તેવા લોકોને પણ સારવાર અને દવાઓનું વિતરણ કરી રહી છે.જરુર પડે તો રેપિડ એન્ટિજન કોવિડ-19 ટેસ્ટ કરીને આરોગ્ય તપાસ પણ કરવામાં આવી રહી છે..જેથી સંક્રમણ ફેલાતુ રોકી શકાય..અને દર્દીને સમયસર સારવાર મળી રહે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply