અમદાવાદની GTU ખાતે આંતરરાષ્ટ્રીય રોબોકોપ સ્પર્ધાનું આયોજન; 21 દેશોએ લીધો ભાગ
Live TV
-
અમદાવાદના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ખાતે હાલમાં ઇન્ટરનેશનલ રોબોકોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર વિશ્વમાંથી આશરે 21 જેટલા દેશોની 21 ટીમોએ જુદા જુદા વિષયો પર બનાવવામાં આવેલ તેમના રોબોટ સાથે આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ભારતમાં પ્રસારભારતીના સહયોગથી તેનું આયોજન ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા કરાયું છે. તમામ સ્પર્ધકો ખાસ એશિયાટિક રોબોટિક યુનિયન દ્વારા અપાયેલ થીમના આધારે રોબોટ બનાવીને આ સ્પર્ધામાં તેનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધાના વિજેતાની જાહેરાત આજે સાંજે કરવામાં આવશે. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ ભાગ લઈ રહેલા દેશોના વિદ્યાર્થીઓ વચ્ચે ટેક્નોલોજી અને સંસ્કૃતિનું આદાન - પ્રદાન થાય તેવો છે. પ્રસારભારતી દ્વારા તેનું પ્રસારણ યુટ્યૂબ પર કરવામાં આવી રહ્યું છે.
