Skip to main content
Settings Settings for Dark

ગ્રામ પંચાયતની ચૂંટણી અન્વયે નર્મદાનું કાંદરોજ ગામ આઝાદી બાદ પ્રથમવાર થયું સમરસ

Live TV

X
  • હાલ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો માહોલ પ્રસર્યો છે. ત્યારે ઘણા એવા ગામો પણ છે, લોકોએ સમરસ થઇ બિન હરીફ સરપંચો ચૂંટ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું કાંદરોજ ગામ આઝાદી બાદ પ્રથમવાર સમરસ થયું છે. ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતોની ચૂંટણી માટેનું મતદાન આગામી 19 ડિસેમ્બરના રોજ યોજાનાર છે, ત્યારે કાંદરોજ ગામમાં હવે ચૂંટણી નહીં યોજાય. તેનું કારણ છે કે, આ ગામ સમરસ થયું છે.
    આઝાદી બાદ પ્રથમવાર ગામ સમરસ થતા ગામના લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આમ તો આ ગામના સરપંચ હીરાબેન વસાવા છેલ્લા 15 વર્ષથી સરપંચ પદે આરૂઢ થતાં હતા. પરંતુ આ વર્ષે જ્યારે ગામ સમરસ થયું છે, ત્યારે પણ હીરાબેન જ સરપંચ તરીકે કાંદરોજ ગામનું સુકાન સંભાળશે. આગામી દિવસોમાં ગામને વાઇફાઇથી પણ સજ્જ કરવામાં આવશે. ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ પણ સ્થાપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply