Skip to main content
Settings Settings for Dark

અમરેલી: ડિટલા ગામના પરિવારે પરંપરાગત અને પ્રાચીન શૈલીમાં લગ્નની જાન જોડી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

Live TV

X
  • આજની આ હાઇફાઇ જીવનશૈલીમાં દરેક જણ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને લગ્નોત્સવ કરી રહ્યાં છે. ત્યારે અમરેલીના ડિટલા ગામના પરિવારે પરંપરાગત અને પ્રાચીન શૈલીમાં લગ્નની જાન જોડીને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ડિટલા ગામના ડોબરિયા પરિવારે મર્સિડિઝ અને લક્ઝુરિયસ કારના કાફલાને બદલે જાનૈયાઓને બળદગાડામાં લઇ જઈને લગ્નોત્સવને યાદગાર બનાવ્યો હતો. પરિવાર દ્વારા બળદ અને ગાડાને શણગારવા માટેના દેશી ભરત અને ઝુલો શોધી આજથી 50 વર્ષ પહેલાંની પરંપરાને જાળવવા અને નવી પેઢીને આ લગ્નની પરંપરાને અવગત કરાવવા માટેનો પ્રયત્ન કરાયો હતો. શણગારેલા બળદ ગાડા વિવિધ પ્રકારના મોતી ભરત અને  દેશીભરત કામથી બળદોને શણગાર્યા તેમજ અવનવી સાડીઓથી પણ બળદગાડાની શણગારવામાં આવ્યા અને 9 જેટલા બળદગાડાની જાડેરી જાન દિતલાથી નેસડી આવી પહોંચી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply