Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં કોરોના પીડિત દર્દીઓ માટે ઓક્સિજન બેંકની કરાઈ શરૂઆત

Live TV

X
  • કોરોના પીડિત દર્દીઓને ડોક્ટરના આવશ્યક કાગળો સાથે આપવામાં આવશે ઓક્સિજન મશીન; મશીન સાથે જ અપાશે મશીનની ટેક્નિકલ સમજ

    અમદાવાદમાં કોરોના પીડિત દર્દીઓ માટે જીતો અમદાવાદ ચેપ્ટર દ્વારા ઓક્સિજન બેંકની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત, જે કોરોના દર્દીઓને ડોક્ટરે દ્વારા ઓક્સિજન લેવાની ભલામણ કરવામાં આવી હોય તેવા પીડિત દર્દીઓને ડોક્ટરના આવશ્યક કાગળો સાથે આ ઓક્સિજન મશીન આપવામાં આવશે. આ ઓક્સિજન મશીન કોઈપણ પ્રકારની ડીપોઝીટ વગર ફક્ત ટોકન દરથી આપવામાં આવશે. સાથે જ આ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પણ ટેક્નિકલ સમજણ આપવામાં આવશે. 
    જીતો અમદાવાદના ચેરમેન અમિતભાઈ જૈનએ જણાવ્યું હતું કે, જેમ જેમ તેમને દાતાઓ મળતા રહેશે, તેમ તેમ ઓક્સિજન મશીનની સંખ્યા વધારવામાં આવશે. આ ઉપરાંત જીતો દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ ઘટાડવા, કોરોના પીડિત જૈન દર્દીઓ માટે એક કોવીડ ક્વોરન્ટાઈન સેન્ટરની પણ શરુઆત કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply