Skip to main content
Settings Settings for Dark

ધૈર્યરાજસિંહ માટે આખરે વિદેશથી 16 કરોડનું ઈન્જેક્શન મંગાવાયું

Live TV

X
  • ધૈર્યરાજસિંહ નામ લગભગ કોઈ માટે અજાણ્યું નથી. છેલ્લા 2 થી 3 મહિનામાં મીડિયા હોય કે સોશિયલ મીડિયા દરેક જગ્યાએ ધૈર્યરાજસિંહનું જ નામ જોવા મળતું હતું. આ ધૈર્યરાજસિંહ એક 3 મહિનાના બાળકનું નામ છે જે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા કાનેસર ગામમાં તેના પરિવાર સાથે રહે છે. આ 3 મહિનાના બાળકને SMA-1 એટલે કે સ્પાઈનલ મસ્ક્યુલર અટ્રોફી નામની ગંભીર બીમારી છે. આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર પડે છે, પરંતુ ધૈર્યરાજના પરિવાર પાસે આટલી મોટી રકમ ન હોવાથી આ મોટી રકમ માટે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો લોકોએ પોતાની ઈચ્છા અનુસાર ફંડ આપ્યું હતું. જેના કારણે આ 16 કરોડનું ઇન્જેકસન હવે વિદેશથી મંગાવવામાં આવ્યું છે. ત્યારે આ બાબતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ઈન્જેક્શન પર લાગતી 6 કરોડ રૂપિયાની આયાત ડ્યૂટી માફ કરવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રિય મંત્રીએ કેન્દ્રિય નાણા મંત્રી નિર્મલા સીતારમનનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply