ધોરણ 10માં અભ્યાસ કરતા ધનેશનો અનોખો વર્લ્ડ રેકોર્ડ, 100 વર્ષનું કેલેન્ડર મોઢે યાદ
Live TV
-
મળો અમદાવાદના 'કેલેન્ડર બોય' ને, આ સિદ્ધિ હાંસલ કરી બન્યો વિશ્વનો પ્રથમ કેલેન્ડર બોય
ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા ધનેશ હરેશ ખટવાણીએ 'કેલેન્ડર બોય' નામની ઓળખ મેળવી છે. આ કેલેન્ડર બોયએ ફક્ત અમદાવાદ શહેરનું જ નહીં પરંતુ ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. આ કેલેન્ડર બોયની કુશળતા એ છે કે, તે 1950 થી લઈને 2050 સુધીના સો વર્ષના ગાળામાં કોઈપણ નક્કી કરેલી તારીખ માટે અઠવાડિયાનો દિવસ આવે તે તુરંત જ કહી શકે છે. તેની આ ઉત્તમ પ્રકારની પ્રતિભાને કારણે તે વિશ્વનો પ્રથમ "કેલેન્ડર બોય" બન્યો અને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ધનેશ ખટવાણીને વર્લ્ડ રેકોર્ડ્સ ના ભારતના પ્રેસિડેન્ટ દ્વારા વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યું હતું.
દેશનો આ પ્રથમ કેલેન્ડર બોય અમદાવાદના મકરબામાં આવેલી ડી.એ.વી. આંતરાષ્ટ્રીય શાળામાં ધોરણ 10માં ભણી રહ્યો છે. આટલી નાની ઉંમરમાં આ પ્રકારની કુશળતા હાંસલ કરવી એ એક મોટી સિદ્ધિ કહી શકાય.
