Skip to main content
Settings Settings for Dark

કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતે પ્રાણીઓને ગરમીથી બચાવતા પગલાંઓ લેવાયા

Live TV

X
  • અમદાવાદમાં ગરમીનો પ્રકોપ વધતા પ્રાણીઓને ગરમીથી બચાવવા કાંકરિયા પ્રાણી સંગ્રહાલય દ્વારા વિવિધ પગલાંઓ લેવાયા

    આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ રાજ્યભરમાં ગરમીએ તેનો પ્રકોપ બતાવ્યો હતો ત્યારે એપ્રિલ મહિનામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. હાલ અમદાવાદ શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રીએ પહોંચ્યો છે, ત્યારે આવી કાળઝાળ ગરમીથી કાંકરિયા પ્રાણી સંગ્રહાલય ખાતેના પ્રાણીઓને બચાવવા માટે વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હાલ ગરમીનું પ્રમાણ વધતાં સિંહ વાઘ વગેરે પ્રાણીઓના પાંજરા પાસે કુલર મૂકવામાં આવ્યા છે, તેમજ પાંજરા ઉપર ગ્રીન નેટ લગાવીને છાંયડાની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત તાપમાનને નીચું રાખવા માટે પ્રાણી સંગ્રહાલયમાં સતત પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. આ અંગે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ પી. કે. સાહુએ જણાવ્યું હતું કે, ઉનાળામાં પ્રાણીઓ ગરમીથી હેરાન ન થાય તે માટે તેમની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply