મહેસાણા: ઊંઝા તાલુકાનાં ઐઠોર ગામે કોરોનાને કારણે શુકન મેળાનું આયોજન મોકૂફ
Live TV
-
મહેસાણા જિલ્લામાં આવેલ ઊંઝા તાલુકાનાં ઐઠોર ગામે રેણુધારી ગણપતિ દાદાની પૌરાણિક મૂર્તિ ધરાવતું ઐતિહાસિક મંદિર આવેલું છે. અહીં ચૈત્ર માસમાં દર વર્ષે પરંપરાગત શુકન મેળો યોજાતો હોય છે. દર વર્ષે શુકન મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે પરંતુ કોરોના મહામારીને કારણે મંદિર સંસ્થાન દ્વારા આ વખતે સતત બીજા વર્ષે શુકન મેળાનું આયોજન મોકૂફ રાખવામાં આવ્યું છે. અર્થાત આ વર્ષે 14 થી 16 એપ્રિલ દરમિયાનનું શુકન મેળાનું આયોજન મોકૂફ રખાયું છે. મેળામાં ત્રણ દિવસનાં અંતે ખેડૂતો અને અન્ય નાગરિકો માટે આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો કઢાવવાની પરંપરા છે. કોરોના મહામારીને જોતાં આ વર્ષે તે પ્રક્રિયા પણ હાથ નહીં ધરાય.
