મોરબીમાં કોવિડ કેર સેન્ટરમાં બેડ અંગેની માહિતી મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઈન શરુ કરવામાં આવી
Live TV
-
મોરબીમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોવિડ કેર સેન્ટરમાં બેડ અંગેની માહિતી મળી રહે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આજથી હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. જીલ્લાનાં કોરોના પોઝિટિવ દર્દીઓને ડેઝીગનેટેડ હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટરમાં બેડ અંગેની માહિતી ફોન દ્વારા મળી રહે તે માટે કલેકટર કચેરી ખાતે હેલ્પલાઈન શરુ કરવામાં આવી છે. આજથી કલેકટર કચેરીનાં કંટ્રોલ રૂમ ખાતે સાતેય દિવસ 24 કલાક માટે આ હેલ્પલાઇન કાર્યરત રહેશે. નાગરિકોને મોબાઈલ નંબર ૭૮ ૫૯૯ ૬૯ ૨૭૬ અને ૭૮ ૫૯૯ ૫૯ ૧૬૭ પર માહિતી મળી રહેશે. આ હેલ્પલાઈન પર ૫૦ થી વધુ જણ ૧૨ વાગ્યા સુધીમાં નોંધાઈ ચુક્યા છે.
