અમદાવાદમાં મેગા બ્લડ ડોનેશન કૅમ્પનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
રક્તદાન એજ મહાદાનના આશય સાથે અમદાવાદના માંડલ - વિરમગામ ખાતે મેઘમણી પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
રક્તદાન એજ મહાદાનના આશય સાથે અમદાવાદના માંડલ - વિરમગામ ખાતે મેઘમણી પરિવાર દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકહિત અને લોકસેવામાં કાર્યભાગી સંસ્થા દ્વારા રક્ત એકત્ર કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડો જીવરાજ મહેતા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટીને સોંપવામાં આવેલ છે. આ કેમ્પના આયોજન વિશે મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડના સીએમડી જયંતિ પટેલે જણાવ્યું હતું કે, તેમના ગ્રુપ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે લોકોને નિસ્વાર્થ ભાવે મદદરૂપ થવાના આશય સાથે સતત સામાજિક પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા વર્ષોમાં 3320 બોટલ રક્ત એકત્ર કર્યુ હતુ અને આ વર્ષે ૧૦૦૦થી વધુ બોટલ એકત્રિત કરી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડો જીવરાજ મેહતા હોસ્પિટલ અને ગુજરાત કેન્સર સોસાયટીને સુપ્રત કરવામાં આવશે. આ વિશેષ પ્રસંગે વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
