મોરબીઃ બેન્ક ખાતામાં કોઈએ ભુલથી 87 લાખ જમા કરેલ પૈસા પર પરત કર્યા
Live TV
-
મોરબીની એક વ્યક્તિએ ઈમાનદારીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલા અક્ષર ટાવરમાં રહેતા ભાર્ગવ પટેલના બેન્ક ખાતામાં કોઈએ 87 લાખ રુપિયા જમા કરાવ્યા હતા.
કંપની સેક્રેટરી તરીકે કામ કરતા ભાર્ગવ પટેલના બેન્ક ખાતામાં અચાનક જ 87,13,504 રુપિયા જમા થયા હતા. ભાર્ગવભાઈના ખાતામાં અચાનક આવેલા આ રુપિયાથી તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. આ રુપિયા કોઈએ આરટીજીએસ પદ્ધતિથી એમના ખાતામાં જમા કરાવ્યા હતા. ભાર્ગવ ભાઈએ ઈમાનદારી બતાવી અચાનક થયેલા આ ધન લાભને પરત કરવાનો નિર્યણ કર્યો હતો. ભાર્ગવ ભાઈએ તરત જ બેન્કનો સંપર્ક કરીને જમા થયેલ રુપિયા અંગે જાણ કરી હતી.
ભાર્ગવભાઈએ જણાવ્યુ કે, તેમના ખાતામાં રુપિયા જમા કરાવનાર વ્યક્તિ મોરબીનો જ છે અને ભૂલથી તેમના ખાતામાં આ રુપિયા જમા કરાવી દિધા હતા. ઘોર કળયુગમાં ભાર્ગવભાઈએ રુપિયા પરત કરવાનો નિર્ણય લઈને ઈમાનદારી અને માનવતાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.
