Skip to main content
Settings Settings for Dark

MGVM વડોદરા મેરેથોનનું પ્રથમ વર્ચ્યુઅલ મેરેથોનનું આજે સમાપન થયું

Live TV

X
  • ગુજરાત સહિત વડોદરાની આગવી ઓળખ બનેલા એમ.જી.વી.એમ વડોદરા મેરેથોન દ્વારા આ વર્ષે કોરોના મહામારીના પગલે વર્ચ્યુઅલ મેરેથોન યોજાઈ હતી જેનુ  આજે સમાપન થયુ છે. આ વર્ચ્યુઅલ મેરેથોનમા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વર્ચ્યુઅલ ફ્લેગ ઓફ કરવામાં આવ્યા પછી દેશભર તથા વિદેશમાંથી 6 હજાર 840 દોડવીરોએ ભાગ લીધો હતો. 4 જાન્યુઆરી 2021 થી 10 જાન્યુઆરી 2021 સુધી આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ફ્રન્ટ લાઈન વર્કરો, મેડિકલ કર્મચારીઓ, વાયરસ સામે લડતા તમામ દર્દીઓ સહીત કોરોના વોરિયર્સોને આ મેરેથોન સમર્પિત કરવામા આવી હતી. એમજીવીએમ વર્ચ્યુઅલ મેરેથોનમાં ભાગ લેનારાઓએ તેમની નોંધાયેલ કેટેગરી મુજબ હાફ મેરેથોન 21 કિલોમિટર તથા પૂર્ણ મેરેથોન 42 કિલોમિટર વચ્ચે યોજાઈ હતી.હવે પછી દોડવીરોને રિપોર્ટ ટાઇમિંગ પ્રમાણેનુ પરિણામ આગામી 15 જાન્યુઆરીના ​​રોજ જાહેર કરવામાં આવશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply