મહીસાગરમાં શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાઓનું ઈ- લોકાર્પણ કરાયું
Live TV
-
તમામ જિલ્લાની રોજગાર વિનીમય કચેરીઓ ખાતે “ કોલ સેન્ટર ”ની શરૂઆત કરવામાં આવી. તેમજ વર્ચ્યુઅલ ભરતીમેળા પખવાડીયાનો ઇ - શુભારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવ્યો.
શ્રમ અને રોજગાર વિભાગની વિવિધ યોજનાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું. તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોને પર્યાપ્ત રોજગારીના અવસર મળી રહે તે માટે વર્ચ્યુઅલ / ઓનલાઇન ભરતીમેળાઓનું આયોજન પણ કરવામાં આવ્યું. આ ભારતીમેળાનો ઇ - શુભારંભ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેમજ રોજગારવાંચ્છુઓ કોઇપણ સ્થળેથી રોજગાર કચેરીઓનો ટેલીફોનીક સંપર્ક કરીને અભ્યાસલક્ષી તથા કારકિર્દીલક્ષી સચોટ અધતન માર્ગદર્શન મેળવી શકે તે હેતુસર રાજ્યના તમામ જિલ્લાની રોજગાર કચેરીઓ ખાતે “ કોલ સેન્ટર ”ની શરૂઆત કરવામાં આવી. તેમજ વર્ચ્યુઅલ ભરતીમેળા પખવાડીયાનો ઇ - શુભારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આજરોજ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં પણ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર આર બી બારડ, જિલ્લા રોજગાર અધિકારી મુકેશ ભાઈ પ્રજાપતિ તેમજ નોકરી દાતા અને રોજગાર મેળવેલ લાભાર્થીઓ ઉપસ્થિતમ ઇ- લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ બાદ રોજગાર મેળવેલ ઉમેદવારોને જિલ્લા કલેકટર દ્વારા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ સમયે નોકરી મેળવનાર લાભાર્થીઓ સરકાર નો તેમજ જિલ્લા રોજગાર કચેરીનો આભાર વ્યક્ત કર્યો હતો
