આણંદમાં વેસ્ટ માંથી બેસ્ટ બનાવી રોજગારી વધારવાની અનોખી પહેલ
Live TV
-
આણંદમાં કેળાની ખેતી સાથે રોજગારી વધારવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
આણંદમાં કેળાની ખેતી સાથે રોજગારી વધારવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં મુખ્યત્વે કેળાની ખેતી થાય છે. પરંતુ કેળાનો પાક ઉતરી ગયા બાદ વેસ્ટ રહેલા થડને કાપી નાખવામાં આવે છે. પરંતુ આ નકામા પડેલા થડમાંથી રેસા કાઢીને શિવામૃત નામની પ્રોડક્ટ બનાવવામાં આવે છે અને તેને ફરીથી કેળાની ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ તમામ કાર્ય માટે શ્રમિકોની જરૂર પડે છે. તેના લીધે રોજગારીનું સર્જન થાય છે. ખેડૂતો રસાયણિક ખાતરના ઉપયોગને બદલે જૈવિક ખેતી તરફ વળે તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે કેન્દ્ર, રાજ્ય, તેમજ નાયબ નિયામક બાગાયત વિભાગના સહકારથી ચાલતી સ્નેહા એગ્રો ઇન્ડસ્ટ્રી અને શ્રી ભારતી ઓર્ગેનીકના નામથી આણંદમા બે યુનીટ શરૂ કરવામાં આવ્યા છે. આ યુનિટમાં ત્રેવીસ લોકો કામ કરી રહ્યા છે. આ યૂનિટ પ્રાઇમ મિનિસ્ટર એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અંતર્ગત કાર્ય કરે છે. આગામી સમયમાં આ કામમાં વધુને વધુ લોકોને રોજગારી મળે તેવો પ્રય્તન હાથ ધરવામાં આવ્યો છે.
