ગીર સોમનાથનાં એવા વિસ્તારો જ્યાં નથી ચગાવતું કોઈ પતંગ
Live TV
-
રાજ્યભરમાં આજે ઉત્તરાયણ પર્વ પર "કાપ્યો છે" નો નાદ ગુંજી ઉઠશે પણ આ ગુંજ પક્ષીઓ માટે માતમ બની જાય છે. આવા માહોલ વચ્ચે રાજ્યમાં એક એવો જિલ્લો અને તેનાં કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે અને આ જિલ્લો છે ગીર સોમનાથ. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તેમજ સુત્રાપાડા શહેરનું આસમાન ચોખ્ખું છે. અહીં "કાપ્યો છે"નો નાદ નહીં પણ આકાશમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે કારણ કે આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણનો પર્વ ધામધુમથી ઉજવાય છે પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા. ભૂતકાળમાં ઘણા યુવાનોએ પતંગ ચગાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અહીંનો પવન જ પતંગને ઉડવા માટે માફક નથી આવતો. ગીર સોમનાથનાં કોડીનારમાં ભાદરવો મહિનામાં યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. આજના દિવસે દાન પુણ્યનું પણ ઘણું મહત્વ છે. અહીં લોકો મંદિરો માટે અનાજ, મમરા અને તલનાં લાડુ તેમજ રોકડ રકમનું દાન કરે છે.
