Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં સક્ષમ 2023 અંતર્ગત ઈવી રેલી અને સાઈક્લોથોન યોજાઈ

Live TV

X
  • ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોનમાં પણ 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો

    તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ સક્ષમ 2023 અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 500 વધુ સ્કુલ-કોલેજના વિદ્યાર્થીઓ અને 200 સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં હાજર રહેલા 200થી પણ વધુ ઈલેકટ્રીક વ્હીકલ ચાલકો અને સાયકલિસ્ટોને આઈઓસીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર (ગુજરાત) અને ઓઈલ ઈન્ડસ્ટ્રી-ગુજરાતના રાજ્યકક્ષાના કો-ઓડિનેટર એમ અન્ના દુરાઈએ લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે એચપીસીએલનાં જનરલ મેનેજર રીટેલ એન્જીનીયરીંગ કૃષ્ણકુમાર ગુપ્તા, ગેઈલ (ઈન્ડિયા)લિ.નાં ઝોનલ જનરલ મેનેજર ગિરીજાશંકર, બીપીસીએલના ડીઝીએમ દિનેશ દેખણે તથા ઓઈલ કં૫નીઓનાં અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.આ પ્રસંગે સંબોધન કરતાં એમ અન્ના દુરાઈએ જણાવ્યું હતું કે આપણા સંસાધનોને બચાવવા માટે SAKSHAM-2023 ની વર્તમાન થીમ પર પણ ભાર મૂક્યો હતો ઈલેકટ્રીક વ્હીકલ રેલી અને સાયકલોથોનમાં પણ 700થી વધુ લોકોએ ભાગ લીધો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર આ પ્રવૃત્તિઓથી બળતણનાં સંરક્ષણનો સંદેશો વહેતો થયો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply