Skip to main content
Settings Settings for Dark

આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય શહેરની સૌંદર્ય સ્પર્ધાના પોર્ટલ લાઈવ

Live TV

X
  • આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા તાજેતરમાં શરૂ કરાયેલ સિટી બ્યુટી પેજન્ટ પોર્ટલ હવે લાઇવ કરવામાં આવ્યું છે. દેશભરની શહેરી સ્થાનિક સંસ્થાઓ આ સ્પર્ધામાં ઑનલાઇન પ્રક્રિયા દ્વારા ભાગ લઈ શકે છે. સ્પર્ધાનો ઉદ્દેશ સુંદર, નવીન અને સમાવિષ્ટ જાહેર જગ્યાઓ બનાવવા માટે દેશભરના શહેરો અને વોર્ડ દ્વારા કરાયેલા પરિવર્તનના પ્રયાસોને પ્રોત્સાહિત કરવાનો અને ઓળખવાનો છે. દેશની શહેરી સ્થાનિક સંસ્થાઓ હવે www.citybeautycompetition.in દ્વારા આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. 

    મંત્રાલયે કહ્યું છે કે આ સ્પર્ધા હેઠળ શહેરના વોર્ડ અને જાહેર સ્થળોને પાંચ વ્યાપક સ્તંભો પર નક્કી કરવામાં આવશે જેમ કે સુલભતા, સુવિધાઓ, પ્રવૃત્તિઓ, સૌંદર્ય શાસ્ત્ર અને ઇકોલોજી. આ સ્પર્ધામાં શહેરોના સૌથી સુંદર વોર્ડ અને જાહેર સ્થળોને પુરસ્કાર આપવામાં આવશે. જેમાં વિવિધ ચાર શ્રેણીઓ હેઠળના શહેરોમાં ટોચની સૌથી સુંદર જાહેર જગ્યાઓ જેમ કે, વોટરફ્રન્ટ્સ, ગ્રીન સ્પેસ, ટૂરિસ્ટ/હેરીટેજ જગ્યાઓ અને બજાર/વાણિજ્યિક સ્થળોને સૌપ્રથમ રાજ્ય સ્તરે સન્માનિત કરવામાં આવશે અને ત્યારબાદ શોર્ટલિસ્ટ કરાયેલ એન્ટ્રીઓને રાષ્ટ્રીય સ્તરના પુરસ્કારો માટે ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે પસંદગી પામેલા વોર્ડને શહેર અને રાજ્ય કક્ષાએ એવોર્ડ આપવામાં આવશે. આ સન્માનમાં ચાર શ્રેણીઓમાં શહેરોની ટોચની સૌથી સુંદર જાહેર જગ્યાઓનો સમાવેશ કરવામાં આવશે.

    સિટી બ્યુટી કોમ્પિટિશન વોર્ડ અને શહેરોને સુંદર જાહેર જગ્યાઓ બનાવવાની દિશામાં તેમના હસ્તક્ષેપને દર્શાવવાની અનન્ય તક પૂરી પાડે છે. આ સ્પર્ધા હેરિટેજ અને સંસ્કૃતિ, ટકાઉ સમુદાયો અને પર્યાવરણીય સંરક્ષણને પ્રોત્સાહન આપશે અને રાજ્યો અને શહેરો વચ્ચે પીઅર લર્નિંગને પણ પ્રોત્સાહિત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply