અમદાવાદ: ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા રિવરફ્રન્ટ પર સફાઈ હાથ ધરવામાં આવી
Live TV
-
વિશ્વભરના લોકો સપ્ટેમ્બર માસના ત્રીજા રવિવારે, દરિયાઈ કિનારાઓની સફાઇ કરીને, આજના દિવસની ઉજવણી કરે છે.
આજે વર્લ્ડ કોસ્ટલ ક્લીન અપ દિવસ છે. વિશ્વભરના લોકો સપ્ટેમ્બર માસના ત્રીજા રવિવારે, દરિયાઈ કિનારાઓની સફાઇ કરીને, આજના દિવસની ઉજવણી કરે છે. અમદાવાદમાં પણ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા શહેરના રિવરફ્રન્ટ પર સફાઈ હાથ ધરવામાં આવી હતી. સાબરમતી વિસ્તારમાં છઠપૂજા ઘાટ ખાતે પણ સાફ-સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાનમાં કોસ્ટગાર્ડના ઈન્સ્પેક્ટર જનરલ અનિલ કુમાર હરબોલા, DGP આશિષ ભાટિયા અને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ જોડાયા હતા. સમગ્ર અભિયાનમાં કોસ્ટ ગાર્ડ અને આર્મીના જવાનો તેમજ NCCના કેડેટસે સાફસફાઇ કરી હતી. આજના દિવસે દરિયાઈ બીચ, નદી કિનારાના સાર્વજનિક સ્થળો પર લોકો સ્વેચ્છાએ સ્વચ્છતા અભિયાન હાથ ધરતા હોય છે અને દરિયા કિનારા તેમજ નદીઓ સ્વચ્છ અને હરીયાળા રહે તેવા પ્રયાસો કરે છે. DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે લોકો પણ જાગૃત બને, પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરે અને નદી તેમજ દરિયાઇ કાંઠા વિસ્તારો સ્વચ્છ રાખે, તે ખૂબ જ જરૂરી છે.
