સાબરડેરીના ચેરમેન તરીકે શામળ પટેલની બિનહરીફ વરણી
Live TV
-
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની જીવાદોરી ગણાતી સાબરડેરીમાં બીજી ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. જેમાં અમુલ ફેડરેશનના ચેરમેન તેમજ સાબર ડેરીના વર્તમાન ચેરમેનની શામળ પટેલની બિન હરીફ વરણી કરાઇ છે. તેમજ વાઇસ ચેરમેન તરીકે બ્રિજેશ પટેલની વરણી કરાઇ છે.
ભાજપના મેન્ડેડ આધારે યોજાયેલી ચૂંટણીમાં અમુલ ફેડરેશનના ચેરમેન તેમજ NDDBના સભ્ય શામળ પટેલને ફરી એક વખત સાબર ડેરીનું સુકાન સોંપવામાં આવ્યું છે. સાથોસાથ વાઇસ ચેરમેન પદે બ્રિજેશ પટેલની વરણી કરાઇ છે. જોકે ચેરમેન બન્યા બાદ શામળ પટેલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં પશુપાલકોની યોગ્ય ભાવ મળી રહે તે બાબતને પ્રાધાન્ય આપવામાં આવશે.
