Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : ગુજરાત યુનિવર્સિટી યુવા મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન

Live TV

X
  • તારીખ ૧૧ના રોજ  ગુજરાત સરકારના પૂર્વ આઈ.એ.એસ ભાગ્યેશ ઝા સ્વામિ વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ વિષય પર યુવાનોને, શ્રોતાઓને સંબોધશે.

                યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામિ વિવેકાનંદના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ “યુવા મહોત્સવ “ ૨૦૨૧ ના નૂતન વર્ષના પ્રારંભે આયોજીત કરીને યુવાનો અને છાત્ર-છાત્રાઓમાં નવા ઉમંગ અને ઉત્સાહના સંચારનો પ્રયાસ હાથ ધર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે ૨, ૩, ૪ જાન્યુઆરી હાર્ટફુલ સંસ્થા સાથે સંકળાઈ ધ્યાન, યોગ શિબિરનું આયોજન કર્યું હતું. તારીખ ૧૧, ૧૨ અને ૧૩ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વ્યાખ્યાન શ્રેણી આયોજિત કરી છે.
     
                ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ આયોજિત વ્યાખ્યાનમાળાની વિગતો આપતા ઉપકુલપતિ ડૉ. જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે વિશ્વમાં આધ્યાત્મિક ભારતની જ્યોતને પ્રસરાવનાર સ્વામિ વિવેકાનંદજીના ૧૨ જાન્યુઆરીના જન્મદિવસની ગુજરાત યુનિવર્સિટી પ્રતિવર્ષ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરે છે. કોવિડ-19ની કોરોના હાડમારીમાંથી  બહાર આવી રહેલા જનજીવન અને તેમાંય યુવાન છાત્ર-છાત્રાઓને ઉત્સાહવર્ધક સંદેશા થકી પુનઃ સક્રિય કરવાનો પ્રયાસ વર્ષના પ્રારંભે યુવા મહોત્સવ થકી ગુજરાત યુનિવર્સિટીએ હાથ ધર્યો છે. આ પ્રયાસના ભાગરૂપે આયોજિત કરી છે ત્રિદિવસીય વ્યાખ્યાનમાળા.
     
                ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનો પ્રારંભ તારીખ ૧૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ થશે. તારીખ ૧૧ ના રોજ ગુજરાત સરકારના પૂર્વ આઈ.એ.એસ શ્રીમાન ભાગ્યેશ ઝા સ્વામિ વિવેકાનંદ અને ભારતીય સંસ્કૃતિ વિષય પર યુવાનોને, શ્રોતાઓને સંબોધશે.  ૧૨ જાન્યુઆરી સ્વામિ વિવેકાનંદજીના જન્મદિવસે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામિ યુવાનો-ભારતનો આધારસ્થંભ વિષય પર પોતાના વિચારો વ્યક્ત કરશે.
     
                 તારીખ ૧૩  જાન્યુઆરી વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે જાણીતા આર.જે ધ્વનિત રેડિયો મીર્ચી, યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામિ વિવેકાનંદજી પર પોતાનું વક્તવ્ય આપશે. ત્રણ દિવસની વ્યાખ્યાનમાળા સાથે યુવાનોને વર્ચ્યુઅલી, ઓનલાઈન જોડાઈને લાભ લેવા અપીલ છે. ત્રણ દિવસ સવારે ૧૦.૩૦ કલાકે વ્યાખ્યાનમાળા પ્રાંરભ થશે. ૧ કલાકનો સમય રહેશે.
     
                ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. પિયુષ પટેલ અને કાર્યકારી ગ્રંથપાલ ડૉ. યોગેશ પારેખ, ડૉ. કમલજીત લખતરીયા, રોલવાલા કોમ્પ્યુટર સેન્ટરના  ડૉ. બ્રિજેન્દ્ર અગ્રવાલની ટીમ આખાયું આયોજન કરી રહી છે. આપ સર્વે ઉક્ત ત્રણેય દિવસ ગુજરાત યુનિવર્સિટીના ફેસબુક પેજ gu-e.co/facebook  અને gu-e.co/youtube  પર જોડાઇ લાભ  લઇ શકશો.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply