Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી મેનેજમેન્ટ વિષય પર સેમિનાર યોજાયો

Live TV

X
  • ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી શાખા દ્વારા સ્ટાફ ટ્રેઈનીંગ પ્રોગ્રામ અંતર્ગત ફાયર સેફ્ટી અને ઇમર્જન્સી મૅનેજમેન્ટ વિષય પર સેમિનારનું આયોજન મોરબીની ક્રિષ્ના મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

    મોરબી ખાતે યોજવામાં આવેલા સેમિનારમાં ક્રિષ્ના હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન અને મેનેજિંગ ડિરેક્ટર ડો. વિનોદ કૈલા દ્વારા ફાયર સેફ્ટી અને ઇમર્જન્સી મૅનેજમેન્ટ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત ફાયરના વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટના ફાયર કન્સલ્ટન્ટ ચારમીન પટેલ દ્વારા આગ લાગે ત્યારે કયા પ્રકારના પગલા ભરવા અંગેની માહિતી આપવામાં આવી હતી. ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા યોજાયેલા  સેમિનારમાં તમામ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply