Skip to main content
Settings Settings for Dark

સુરત: લાજપોર જેલમાં કેદીઓ નવતર અભિગમ દ્વારા હીરા ઘસી મેળવી રહ્યા છે રોજગારી

Live TV

X
  • સુરતની હાઇટેક લાજપોર જેલમાં હવે કેદીઓને રોજગારી મેળવવા માટે અલગ રીતે તાલીમ આપવામાં આવી રહી છે. જેમાં કેદીઓ હીરા ઘસીને આશરે 8000 થી 10,000 ની કમાણી કરી રહ્યા છે.જેલ પ્રશાસન દ્વારા બે વર્ષ પહેલા ખાનગી કંપની સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત તેઓ હીરા કટિંગ અને પોલિશીંગનું કામ સોંપાયું હતું. હાલ જેલના 45 જેટલા કેદીઓ હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે જ્યારે 50 થી વધુ કેદીઓ હીરા ઘસવાનું કામ પુરું કરીને ગયા છે. આ 45 કેદીઓને આ અંગે તાલીમ પણ આપવામાં આવી છે અને હાલ તેઓ કામ કરી રહ્યા છે. કેદીઓ હીરા ઘસીને જેલમાં રહેતા હોવા છતાં પણ પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહયા છે. હીરાના કુશળ કારીગરો મહિને 15 થી 16 હજારની કમાણી કરી રહ્યા છે જ્યારે લાજપોર જેલના કેદીઓ ટ્રેનિંગ બાદ જેલમાં હીરા ઘસવાનું કામ કરીને મહિને 8 હજારથી 10 હજારની કમાણી કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply