અમદાવાદ : ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે નોર્થ બોપલ વિસ્તારના નાગરિકો સાથે કર્યો સંવાદ
Live TV
-
ભૂપેન્દ્રભાઈએ નાગરિકોની સુવિધા વધારવા તમામ પ્રયાસો કરવા કટિબદ્ધતા દર્શાવી
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે બુધવારે બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી..બોપલ-ઘુમા વિસ્તારમાં પીવાના પાણી અને ગટર લાઈનની કામગીરી ચાલી રહી છે..જેમાં નોર્થ બોપલ વિસ્તારમાં ગટર લાઈન નાખવાની કામગીરી અંતિમ તબક્કામાં છે..ત્યારે આખા નોર્થ બોપલ વિસ્તારના ગટર કનેક્શનથી જોડવામાં આવે તે માટે તેમજ નાગરિકોની રજૂઆત અને લાગણીને જોતા ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ ખુદ બુધવારે નોર્થ બોપલ વિસ્તારના રહિશોને મળ્યા હતા..આ દરમિયાન ગાર્ડન પેરેડાઈઝ સોસાયટીના રહિશોએ નોર્થ બોપલ વિસ્તારમાં લોકોની પડતર માંગણી , રોડ-રસ્તાના કામો તેમજ ગટર કનેક્શન વહેલીતકે અપાય તે માટે ધારાસભ્યને રજૂઆત કરી હતી..ભૂપેન્દ્રભાઈ પટેલે આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી વિગતો જાણીને કનેક્શન ઝડપથી મળતા થાય તે સુનિશ્ચિત કરવા હૈયાધારણા આપી હતી..નોર્થ બોપલમાં શીલજ રોડથી ડીપીએસ સ્કુલ-જીઈબી કચેરી બોપલ સુધી ગટરલાઈનનું કામ પૂર્ણ થવા પર છે..
ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે બોપલ વિસ્તારમાં નર્મદાના પાણીની યોજના વિશે ચાલી રહેલી કામગીરી તેમજ ડમ્પિગ સાઈટના સ્થળે મુખ્યમંત્રીએ મંજૂર કરેલ ઈકોલોજી પાર્ક વિશે વિસ્તૃત માહિતી આપી હતી..આગામી સમયમાં પણ નાગરિકોની સુખાકારી વધે અને પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે ધારાસભ્યએ કટિબદ્ધતા દર્શાવી હતી..આ પ્રસંગે બોપલ-ઘુમા મંડલના પ્રમુખ દર્શનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા..નાગરિકો બોપલ-ઘુમા મંડલ પ્રમુખ દર્શનભાઈ અને તેમની ટીમ દ્વારા કોરોના મહામારીમાં કરાયેલી કામગીરીને વખાણી હતી..
