નડિયાદ રોટરી હોલ ખાતે LN-4 કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ યોજાયો
Live TV
-
હેલ્પીંગ હેન્ડ ટુ હેન્ડીકેપ અભિયાન હેઠળ દિવ્યાંગોને કૃત્રિમ હાથ નિશુલ્ક કેમ્પ અનુસંધાને ખેડા અને આણંદ જિલ્લાની 14 જેટલી રોટરી ક્લબ એક્ઠી થઈને નડિયાદ રોટરી હોલ ખાતે LN-4 કૃત્રિમ હાથ લગાડવાનો કેમ્પ યોજાયો હતો....આ કેમ્પમાં સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી 175 ઉપરાંત રજીસ્ટર નોંધણી કરાઈ હતી...જેમાં તમામ લોકોને તદન નિશુલ્ક કૃત્રિમ હાથ લગાડવામાં આવ્યા હતા...આ હાથ લગાડ્યા પછી તેનાથી ચમચી પકડી જમી શકાય, લખી શકાય, ડ્રોઈંગ કરી શકાય, સાયકલ ફેરવી શકાય સહિતની વિવિધ વસ્તુઓ કરી શકાય તે રીતના અદ્યતન હાથ લગાડવામાં આવ્યા હતા. આ સાથે પ્રેક્ટીકલ સમજ પણ આપવામાં આવી હતી...આ કેમ્પમાં ખેડા જિલ્લા કલેકટર આઈ.કે. પટેલ તેમજ સાંસદ દેવુંસિંહ ચૌહાણે પણ મુલાકાત લઇ કેમ્પનું નિરીક્ષણ કરી, દિવ્યાંગો સાથે વાતચીત પણ કરી હતી...તો આ પ્રકારના સામાજિક કાર્ય બદલ રોટરી ક્લબ નડિયાદ રાઉન્ડ ટાઉનને અભિનંદન પાઠવ્યા હતા.
