Skip to main content
Settings Settings for Dark

મહેસાણાની BOI ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા મહિલાઓને રોજગાર લક્ષી તાલીમ આપી સ્વનિર્ભર બનાવ માટે કાર્યરત

Live TV

X
  • વડાપ્રધાન નરેન્દ્રમોદીના આત્મ નિર્ભર ભારત તથા મહિલા સશક્તિકરણના સંકલ્પને મહેસાણા જિલ્લાની બેન્ક ઓફ બરોડા ગ્રામીણ સ્વરોજગાર સંસ્થા દ્વારા જુદી જુદી રોજગાર લક્ષી તાલીમ આપી સ્વનિર્ભર બનાવવા માટે નો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. અને મહિલાઓ તથા પુરુષ ઓછી મૂડીથી પોતાનો સ્વરોજગાર શરૂ કરી શકે એ પ્રકારની ટૂંકા સમય ગાળાની તાલીમ આપીને જરૂર પડે તો બેન્ક દ્વારા નાણાકીય સપોર્ટ પણ કરવામાં આવે છે અને વધુ ને વધુ લોકો આત્મ નિર્ભર બને એ પ્રકારના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
    આ સંસ્થાના ડાયરેકટર એલ.કે.મીનાના જણાવ્યા મુજબ  આ વર્ષે 350 જેટલી મહિલાઓને શિવણ, બ્યુટીપાર્લર , ખાખરા, પાપડ, મસાલા પાપડ,પિકલ્સ,  વગેરેની તાલીમ આપી મહિલાઓ આત્મ નિર્ભર બને એ માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
    (RSETI)  દ્વારા આજે ઊંઝા ખાતે આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે 33 મહિલાઓને  જુદા જુદા પ્રકાર ના ખાખરા , પાપડ, મસાલા પાપડ,  પિકલ્સ વગેરે બનાવવા માટે 10 દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ઓછી મૂડી થી તથા નવરાશના સમયને કેવી રીતે રોજગારીમાં ફેરવી શકાયએ આશય થી સારા ફેકલ્ટી દ્વારા પ્રેક્ટિકલ તાલીમ આપીને મહિલાઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે એ પ્રકારની તાલીમ આપવામાં આવી છે.
    આ તાલીમ પૂર્ણ થતાં આજે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
    RSETI  સંસ્થાના ડાયરેકટર એલ.કે.મીના, એ મહેમાનોનું શબ્દોથી સ્વાગત કરી મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
    આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેસાણા જિલ્લાના સાસંદ શારદાબેન પટેલે જણાવ્યું હતું કે, મહિલા ઓને રોજગારી અપાવવીએ મારો ગમતો વિષય છે અને મારા મત વિસ્તારમાં આવતી દરેક વિધાન સભામાં આવા તાલીમી કાર્યક્રમ કરી 500 મહિલાઓને આત્મ નિર્ભર બનાવવાનો મારો સંકલ્પ છે જે આજે સિદ્ધ થઇ રહેલો દેખાય છે.તાલીમ મેળવેલ મહિલાઓ એ પોતાના અભિપ્રાય આપતા જણાવેલ કે, ખાખરા, પાપડ, મસાલા પાપડ ,પિકલ્સ ની તાલીમ લઈ રહેલ મહિલાઓએ સારી તાલીમની સાથે સાથે સરકારની અનેક યોજનાઓની પણ અમને માહિતી આપવામાં આવી છે. અમે હવે અમારો સ્વરોજગાર સ્થાપીને બીજી મહિલાઓને પણ રોજગારી આપીશું. આ કાર્યક્રમમાં ખાસ મહેસાણાના મહિલા સાસંદ શારદાબેન પટેલ તથા ઊંઝાના મહિલા ધારાસભ્ય ડો.આશાબેન પટેલ,  RSETI   સંસ્થાના ડાયરેકટર એલ.કે.મીના, બેન્ક ઓફ બરોડાના રિજિયોનલ મેનેજર રંજીત રંજન દાસ,  બેન્ક ઓફ બરોડાના  ડેપ્યુટી રિજિયોનલ મેનેજર એ.એ.રાઠોડ, ઊંઝા બેન્ક ઓફ બરોડાના ચીફ મેનેજર નીરજ સક્સેના , મહિલા અગ્રણી વીણા બેન પટેલ, સંગીતાબેન પટેલ ,વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
    ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે તાલીમાર્થી મહિલાઓને પ્રમાણપત્ર તથા પર્યાવરણની જાળવણીના ભાગરૂપે દરેકને તુલસીનો છોડ પણ આપવામાં આવ્યો હતો. આમ આત્મ નિર્ભર ભારતના સંકલ્પને સિદ્ધ કરવા ઉપરોક્ત સંસ્થા તથા મહિલાઓ દ્વારા સારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply