Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ પોલીસ, લાયન્સ ક્લબ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશનનું જરૂરિયાતમંદો માટે સંયુક્ત સાહસ

Live TV

X
  • કોરોના મહામારીને કારણે અનેક પરિવારો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે. ત્યારે ગરીબ અને શેરી છાપરામાં રહેતા ઘણાં અમદાવાદવાસીઓ માટે એક ટંકનું જમવાનું મુશ્કેલ બન્યું છે. જેને પગલે શહેર પોલીસ લાયન્સ ક્લબ અને અક્ષય પાત્ર ફાઉન્ડેશને સંયુક્ત સાહસ હાથ ધર્યું છે. જે અંતર્ગત તમામ ભિક્ષુક અને જરૂરિયાત મંદોને જમવાનું પહોંચાડવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી 25 હજાર જેટલા જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડી આ પ્રોજેક્ટને સફળ બનાવાયો છે. એટલું જ નહીં, વધુ લોકો સુધી આ સેવા પહોંચે તે હેતુથી લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે એક લાખથી વધુ લોકોને ભોજન પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ સેવા કાર્ય માટે  અમદાવાદના તમામ પોલીસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન નજીક ફરજ બજાવતા પોલીસ કર્મીઓ ભાગ લઇને ગણતરીના કલાકોમાં જરૃરિયાત મંદોને ભોજન પહોંચાડી રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply