પાટણમાં યોજાતો સપ્તરાત્રી મેળો મોકૂફ રાખવાનો વહીવટી તંત્રનો નિર્ણય
Live TV
-
હાલ દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે તંત્ર દ્વારા સખત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. પાટણમાં યોજાનારો સપ્તરાત્રી મેળો મોકૂફ રાખવાનો વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ મંદિરમાં પણ લોકોની ભીડ એકઠી ન થાય તે માટે, પોલીસ વડા દ્વારા અપીલ કરવામાં આવી છે. મહત્વનું છે , કે રેતીના ભગવાન પદ્મનાભના મંદિર ખાતે દર વર્ષે કારતક સુદ ચૌદસથી, કારતક વદ પાંચમ સુધી 7 દિવસનો રાત્રી મેળો ભરાય છે. જે સમગ્ર પાટણ જીલ્લામાં સપ્તરાત્રી મેળો તરીકે ઓળખાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને પગલે વહીવટીતંત્ર, અને મંદિરના ટ્રસ્ટી દ્વારા જાહેર હિતને ધ્યાને રાખીને , આ નિર્ણય લેવાયો છે.
