દિવાળીના તહેવારોમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડીયા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી
Live TV
-
દિવાળીના તહેવારો દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ કેવડીયા પહોંચી રહ્યા છે. ત્યારે સોમવારે આજે પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે.જ્યારે મંગળવાર 1લી ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દર સોમવારે મેન્ટેઈન્સના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસી માટે બંધ હોય છે. પરંતુ સોમવારે ગુરૂનાનક જયંતિ હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના વિવિધ આકર્ષણો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવામાં આવ્યા છે.
