અમદાવાદ: મનો-દિવ્યાંગ બાળકો માટે યોજાયેલા સમર કેમ્પનુ થયું સમાપન
Live TV
-
સમર કેમ્પમાં મનો-દિવ્યાંગ બાળકોના માનસિક વિકાસ માટે વર્ચ્યુઅલ માધ્યમથી વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવતી
દેશભરમાં ઘણી સંસ્થાઓ દિવ્યાંગ બાળકોના વિકાસ માટે કામગીરી કરતી હોય છે, પણ હાલ કોરોના મહામારી અન્વયે આવી સંસ્થાઓને પણ કામગીરી કરવામાં ઘણી અડચણો ઉભી થઇ રહી છે. ત્યારે આ પરિસ્થિતિમાં ચાર દીવાલ વચ્ચે રહીને મનોદિવ્યાંગ બાળકો પર માનસિક અસર થઇ રહી છે. કોઈ અન્ય પ્રવૃત્તિઓ વગર આ બાળકોનો સર્વાંગી વિકાસ રૂંધાઈ રહ્યો છે. ત્યારે મેમનગરના નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ દ્વારા એક વર્ષથી ઓનલાઇન શિક્ષણ તાલીમ આપવામાં આવી રહી છે. જેનો હેતુ "મનોદિવ્યાંગ" બાળકોને ઘરે બેઠા ઍક્ટિવિટી આપી માનસિક વિકાસ કરવાનો છે.
જે અન્વયે આ સંસ્થા દ્વારા એક મહિનાનો સમર કેમ્પ તા. 3 મે થી 5 જૂન દરમ્યાન યોજાયો હતો. જેમાં અમદાવાદ સિવાયના અન્ય ભરૂચ, અંકલેશ્વર,બરોડા સુરત, કચ્છ, મહેસાણા, જૂનાગઢ, ભાવનગર તેમજ મુંબઈ શહેરના બાળકો પણ જોડાયાં હતાં. સોમવારથી શનિવાર રોજ સવારે ચાલતા આ સમર કેમ્પમાં રોજ સવારે પ્રથમ સેશન યોગા અને ડાન્સ તથા બીજા સેશનમાં આર્ટ અને ક્રાફ્ટ શીખવવામાં આવતું હતું. દર શનિવારે વાલીઓને પ્રેરણા મળી રહે તે માટે સક્સેસફુલ સ્પેશ્યલ ચાઈલ્ડની મોટિવેશનલ સ્પીચ અને હરીફાઈનું આયોજન કરવામાં આવતુ હતું.
ગઈકાલે વિશ્વ પર્યાવરણ દિવસના રોજ આ કેમ્પનું સમાપન કરવામાં આવ્યું. જે અંતર્ગત મનોદિવ્યાંગ બાળકો માટે કેટલીક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા બાળકોને પ્રવૃત્તિમય રાખવાના આશયથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
